• Home   /  
 • Archive by category "1"

Environment Essay In Gujarati Pdf

ઢાંચો:Pollution

વાયુનું પ્રદૂષણ એ રસાયણિક (chemical), જૈવિક (biological material) અને રજકણીય પદાર્થો (particulate matter)નો પરિચય છે, જે માનવી અથવા તો અન્ય જીવસૃષ્ટિને હાનિ પહોંચાડે છે અથવા તો તેઓ માટે અસુવિધા ઉભી કરે છે, તે ઉપરાંત વાતાવરણ (atmosphere)ના પ્રાકૃતિક પર્યાવરણ (natural environment)ને નુકસાન પહોંચાડે છે.

વાતાવરણ એ અત્યંત જટિલ, ગતિશક્તિ અને કુદરતી વાયુમય સિસ્ટમ છે જે પૃથ્વી (Earth) ઉપરની જીવસૃષ્ટિને જીવન આપવા જરૂરી છે.વાયુ પ્રદૂષણના કારણે સમતાપ આવરણ (Stratospheric)માં આવેલા ઓઝોન વાયુના પડમાં પડેલા ગાબડા (ozone depletion)ને ઘણા સમયથી માનવીના આરોગ્ય અને પૃથ્વીના પર્યાવરણ (ecosystems) સામે એક મોટા પડકાર તરીકે ગણવામાં આવ્યો છે.

પ્રદૂષકો[ફેરફાર કરો]

હવામાં રહેલા સબસ્ટન્સ તરીકે ઓળખાતાં હવાના પ્રદૂષણના તત્વો માનવજાત અને પર્યાવરણ બંનેને નુકસાન કરે છે. પ્રદૂષકો ઘન તત્વો, પ્રવાહી અથવા વાયુ સ્વરુપમાં હોય છે. તે ઉપરાંત તે કુદરતી અથવા માનવ-સર્જિત હોઈ શકે.[૧]

પ્રદૂષકોને પ્રાથમિક અથવા સેકન્ડરી એમ બે રીતે વર્ગીકૃત કરી શકાય. સામાન્ય રીતે પ્રાથમિક પ્રદુષકો એવા નક્કર પદાર્થો છે જે વિવિધ પ્રક્રિયામાંથી બહાર ફેંકાય છે જેમાં જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે બહાર નીકળી રાખ, વાહનોમાંથી બહાર ફેંકાતા કાર્બન મોનોક્સાઈડ (Carbon monoxide) વાયુ અને ફેક્ટરીઓમાંથી બહાર ફેંકાતા સલ્ફર ડાયોક્સાઇડ જેવી પ્રક્રિયાનો સમાવેસ થાય છે.

માધ્યમિક પ્રદુષકો સીધા બહાર ફેંકાતા નથી.ઉલટાનું જ્યારે પ્રાથમિક પ્રદુષકો કોઇ પ્રતિક્રિયા કે પરસ્પર પ્રતિભાવ આપે ત્યારે જ તેઓની હવામાં રચના થાય છે.માધ્યમિક પ્રદુષકોનું અત્યંત મહત્વનું ઉદાહરણ મેદાન સ્તરના ઓઝોનનું છે- ઘણા માધ્યમિક પ્રદુષકો ફોટોકેમિકલ ધુમ્મસની રચના કરે છે.

નોંધવા જેવી બાબત છે કે કેટલાંક પ્રદુષકો પ્રાથમિક અને માધ્યમિક એમ બંને છે, એટલું જ નહીં તે બંને સીધા બહાર ફેંકાય છે અને અન્ય પ્રાથમિક પ્રદુષકમાંથી તેમની રચના થાય છે.

હાર્વર્ડ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના એન્વાયર્મેન્ટલ સાયન્સ એન્જિનિયરિંગના પ્રોગ્રામ મુજબ અમેરિકામાં થતાં કુલ મૃત્યુ પૈકીના ચાર ટકા મોત ફક્ત વાયુ પ્રદુષના કારણે થાય છે.

મોટાભાગના પ્રાથમિક પ્રદુષકો માનવીય પ્રવૃત્તિઓમાંથી પેદા થાય છે જેમાં નીચેની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

 • સલ્ફર ઓક્સાઇડ (Sulfur oxide) (Sulfur oxide) (SOx)-વિશેષ કરીને સલ્ફર ઓક્સાઇડ, જે ફોર્મ્યૂલા SO2 સહિતનું રાસાયણિક મિશ્રણ છે.SO2 જ્વાળામુખી દ્વારા અને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા પેદા થાય છે.કોલસો અને પેટ્રોલિયમમાં અનેકવાર સલ્ફરનું મિશ્રણ હોઇ તે જ્યારે સળગે છે ત્યારે તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ પેદા થાય છે.NO2 જેવા ઉદ્દીપકની હાજરીમાં SO2ના વધુ ઓક્સિડેશનથી H2SO4 પેદા થાય છે જેના સરવાળે એસિડનો વરસાદ થાય છે. (2)આ પ્રકારના ઇઁધણનો ઊર્જાના સ્ત્રોત તરીકે થઇ રહેલા ઉપયોગથી પર્યાવરણ ઉપર ગંભીર અસર પડશે તે ઘમી મોટી ચિંતાનો વિષય છે.
 • નાઈટ્રોજન ઓક્સાઈડ (Nitrogen oxide) (Nitrogen oxide)(NOx- વિશેષ કરીને નાઈટ્રોજન ડાયોક્સાઈડ (nitrogen dioxide) (nitrogen dioxide) ઉંચા તાપમાનના જ્વલનમાંથી છૂટો પડે છે.આકાશમાં ઉંચે છીંકણી રંગના ધુમ્મસના મોટા ગુંબજ સ્વરુપે અથવા તો શહેરોમાં નીચે ગાઢા રાતા અને જાંબલી (plume)ના પવનો સ્વરુપે જોઇ શકાય છે.નાઈટ્રોજન ડાયોક્સાઈડ (nitrogen dioxide) ફોર્મ્યૂલા NO2 સહિતનું રાસાયણિક મિશ્રણ છે.તે કેટલાંક નાઈટ્રોજન ઓક્સાઈડ (Nitrogen oxide) પૈકીનો એક છે.આ રાતા અને છીંકણી રંગના ઝેરી ગેસની એ ખાસિયત છે કે તે માથું ફાડી નાંખે એવી દુર્ગંધ ધરાવે છે.વાયુ પ્રદુષકો પૈકી NO2એક અત્યંત મહત્વનો પ્રદુષક છે.
 • કાર્બન મોનોક્સાઈડ (Carbon monoxide) (Carbon monoxide) એક રંગરહિત, દુર્ગંધરહિત અને સહેજપણ લ્હાય બળે નહીં એવો ગેસ છે પરંતુ તે અત્યંત ઝેરી ગેસ છે.કુદરતી વાયુ, કોલસો અને લાકડા જેવા ઇંધણ પૂરી રીતે બળે નહીં ત્યારે તે પેદા થાય છે.વાહનોના સાયલેન્સર કાર્બન મોનોક્સાઈડ (Carbon monoxide)ના સૌથી મોટા સ્ત્રોત છે.
 • ગ્રીનહાઉસ ગેસ (greenhouse gas) તરીકે ઓળખાતો કાર્બન ડાયોક્સાઈડ (Carbon dioxide) (Carbon dioxide)(CO2 જ્વલનમાંથી પેદા થાય છે પરંતુ તે સજીવ વનસ્પતિ (living organisms) માટે અત્યંત મહત્વનો છે.વાતાવરણમાં તે કુદરતી ગેસ છે.
 • અત્યંત તીવ્ર જૈવિક મિશ્રણ (Volatile organic compounds)-VOC એક મહત્વનો બાહ્ય પ્રદુષક છે.આ ક્ષેત્રમાં તેઓ અનેકવાર મિથેન(CH4 અને બિન-મિથેન એમ બે અલગ કેટેગરીમાં વિભાજીત થાય છે.મિથેન ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરવામાં સૌથી વધુ સક્ષમ ગ્રીનહાઉસ ગેસ છેઅન્ય હાઇડ્રોકાર્બન VOCપણ ઓઝોનનું મિર્માણ કરવામાં અને વાતાવરણમાં મિથેનનું મિથેનનું દીર્ઘ આયુષ્ય કરવાની ભૂમિકા ભજવવામાં અત્યંત મહત્વના ગ્રીનહાઉસ ગેસ છે, અલબત્ત તેઓની અસર સ્થાનિક હવાની ગુણવત્તા મુજબ જૂદી જૂદી થતી હોય છે.NMVOCની અંદર બેન્ઝિન, ટોલ્યુન અને ઝાયલિન જેવા અત્યંત મધુર સુગંધ ધરાવતા મિશ્રણો કેન્સર રોગના શકમંદ એજન્ટો છે જે વધુ પડતા બહાર આવે તો લોહીના કેન્સર સુધી દોરી જાય છે. 1,3- બ્યુટાડીન પણ અન્ય ખતરનાક મિશ્રણ છે જે અનેકવાર ઔદ્યોગિક ઉપયોગો સાથે સંકળાયેલું જોવા મળે છે.
 • સૂક્ષ્મ રજકણીય પદાર્થ (Particulate matter)-રજકણો ફેલાવે છે, જેનો વૈકલ્પિક સ્વરુપે રજકણીય પદાર્થ તરીકે અથવા તો ફાઇન પાર્ટીકલ્સ તરીકે ઉલ્લેખ થાય છે જે વાયુની ઉપલી સપાટી અને તળિયા વચ્ચે તરતા પ્રવાહી કે ઘન પદાર્થના અતિ સૂક્ષ્મ રજકણો હોય છે.જો કે તેના વિરોધાભાસમાં એરોસોલનો ઉલ્લેખ સૂક્ષ્મ રજકણો અને ગેસ એમ ભેગો થાય છે.સૂક્ષ્મ રજકણીય પદાર્થોનો સ્ત્રોત કુદરતી કે માનવ સર્જીત હોઇ શકે છે.કેટલાંક સૂક્ષ્મ રજકણીય પદાર્થો કુદરતી રીતે જ પેદા થતા હોય છે જે વાસ્તવમાં જ્વાળામુખીના પ્રસ્ફોટન, ધૂળની ડમરીઓ, જંગલો અને ગાસના મેદાનોમાં પાટી નીકળતી આગ અને સમુદ્રના મોજાઓમાંથી પેદા થતાં હોય છે.વાહનો, વીજ પ્લાન્ટ અને વિવિધ ઔદ્યોગિક પ્રોસેસમાં અશ્મિભૂત ઇંધણોને બાળવા જેવી માનવીય પ્રવૃત્તિઓના કારણે ખુબ મોટા પ્રમાણમાં એરોસોલ પેદા થાય છે.એન્થ્રોપોજેનિક એરોસોલ (માનવીય પ્રવૃત્તિઓ દ્વારા પેદા થતાં)ની વૈશ્વિક સરેરાશ હાલમાં વાતાવરણમાં રહેલા કુલ એરોસોલના દસ ટકા જેટલી છે.હવામાં ફાઇન પાર્ટિકલ્સ(રજકણો)નું વધી રહેલાં સ્તરના કારણે હૃદયરોગનો હુમલો, ફેફસાંને લગતા વિવિધ રોગ અને ફેફસાંના કેન્સર જેવા આરોગ્યને હાનિ પહોંચાડતા રોગ થઇ શકે છે.

માધ્યમિક પ્રદુષકોમાં સમાવેશ

 • પ્રાથમિક વાયુમય પ્રદુષકોમાંથી રચાતાં રજકણીય પદાર્થો અને ફોટોકેમિકલ ધુમ્મસમાં મિશ્રણધુમ્મસ(સ્મોગ) એ વાયુમય પ્રદુષણનો એક પ્રકાર છે, સ્મોગ શબ્દ સ્મોક (ધૂમાડો) અને ફ્રોગ(ઝાકળ) એમ બે શબ્દ પરથી બન્યો છે.ધૂમાડો અને સલ્ફર ડાયોક્સાઇડના મિશ્રણથી અસર પામેલાં વિસ્તારોમાં ઉત્તમ ધુમ્મસ વ્યાપક પ્રમાણમાં કોલસો બળવાથી રચાય છે.જો કે આધુનિક ધુમ્મસ કોલસો બળવાથી નહીં પરંતુ વાહનો અને ઉદ્યોગો દ્વારા બહાર ફેંકાતા ધુમાડાના કારણે સર્જાય છે જે એવા માધ્યમિક પ્રદુષકોની રચના માટે સૂર્યપ્રકાશ દ્વારા વાતાવરણમાં કાર્યરત બને છે જે ફોટોકેમિકલ ધુમ્મસની રચના માટે ધૂમાડો ફેંકવાની પ્રાથમિક પ્રક્રિયા સાથે ભળી જાય છે.
 • જમીન સ્તરનો ઓઝોન (Ground level ozone) (O3 NOx અને VOCsની રચના કરે છે.ઓઝોન (O3 ક્ષોભ આવરણનો એક મહત્વનો ઘટક છે ( તે સમતાપ આવરણના કેટલાંક પ્રદેશોનો પણ મહત્વનો ઘટક છે જે સામાન્ય રીતે ઓઝોનના સ્તર તરીકે ઓળખાય છે)ફોટોકેમિકલ અને કેમિકલ પ્રતિક્રિયા કેટલીક એવી રાસાયણિક પ્રક્રિયાઓને આગળ ધકેલે છે જે વાતાવરણમાં દિવસે અને રાત્રે થતી હોય છે.માનવીય પ્રવૃત્તિઓ( વ્યાપક રીતે અશ્મિભૂત ઇંધણ બાળવાની) ઉપર અસામાન્ય રીતે ખુબ જ ધ્યાન આપવામાં આવે તો તે છે પ્રદુષકો અને ધુમ્મસના ઘટકો.
 • પેરોક્ષીએસિટિલ નાઇટ્રેટ (Peroxyacetyl nitrate) (PAN) NOx અને VOCs માંથી પેદા થાય છે.

હવાના નાના પ્રદુષકોમાં સમાવેશ થાય છે

નિરંતર ઓર્ગેનિક પ્રદુષકોPOPs) એવા ઓર્ગેનિક મિશ્રણ સ્વરુપ છે જે રાસાયણિક, જૈવિક અને ફોટોલિટિક પ્રક્રિયાઓથી પર્યાવરણને થતાં નુકસાન સામે પ્રતિરોધ ઉભો કરે છે. આના કારણે જ તેઓ પર્યાવરણમાં નિરંત જોવા મળ્યા છે, જે લાંબી રેન્જ સુધી પરિવહન કરવામાં સક્ષમ છે, માનવ અને પ્રાણીઓની પેશીઓમાં જૈવિક સંગ્રહ કરે છે, ખાદ્ય પદાર્થોમાં રહેલાં જૈવીક તત્વોને મોટા કરે છે અને માનવી અને પર્યાવરણના આરોગ્ય ઉપર મોટી વિપરીત અસર ઉભી કરે છે.

સ્રોત[ફેરફાર કરો]

વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: AP 42 Compilation of Air Pollutant Emission Factors

[[ચિત્ર:BurningOffFieldsInTheEveningInSouthGeorgia.jpg|thumb|right|300px|[[અંકુશિત જ્વલન|સ્પ્રિંગ પ્લાન્ટિંગ માટે સ્ટેટ્સબોરો, જ્યોર્જિયા (Statesboro, Georgia)ની બહાર ખેતરનું અંકુશીત જ્વલન]] (Controlled burning) ]]

નો એરિયલ ફોટો (Aerial photo)

વાયુ પ્રદુષણના સ્ત્રોત વિવિધ સ્થળ, પ્રવૃત્તિ અને નીમ્નદર્શીત પરિબળોના સંદર્ભમાં હોય છે હવામાં છોડતાં પ્રદુષકો માટે જવાબદારઆ સ્ત્રોતનું નીચે દર્શાવેલી બે મોટી કેટેગરીમાં વર્ગીકરણ કરી શકાય

નૃવંશીય સ્ત્રોત (માનવીય પ્રવૃત્તિ)મહદઅંશે વિવિધ પ્રકારના ઇંધણ (fuel)ને બાળવા સંબંધી હોય છે

 • સ્થાયી સ્ત્રોતમાં વીજ પ્લાન્ટ (power plant)ની ધૂમાડા ઓકતી ચીમનીઓ, મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ (ફેક્ટરીઓ) અને કચરો બાળવાની ભઠ્ઠીઓ તથા અન્ય પ્રકારની ભઠ્ઠીઓ અને ઇંધણને બાળતા અને ગરમી આપતા મશીનોનો સમાવેશ થાય છે.
 • કૃષિ અને વન વ્યવસ્થામાં ઉપયોગમાં લેવાતાં રસાયણો (Chemicals), ધૂળ અને અંકુશિત જ્વલન (controlled burn)અંકુશિત અથવા તો નિર્ધારિત જ્વલન એક એવી ટેકનીક છે જે ઘણીવાર વન વ્યવસ્થા, કૃષિને લગતી પ્રક્રિયાઓ, લીલા ઘાસના મેદાનો ફરીથી બનાવવાની અથવા તો ગ્રીનહાઉસ ગેસમાં ઘટાડો કરવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય છે. અગ્નિ એ ઘાસના મેદાનોના પરિસ્થિતિ વિજ્ઞાન અને વન એમ બંનેનો પ્રાકૃતિક હિસ્સો છે અને અંકુશિત આગ વન વિભાગ માટે એક સાધન બની શકે છે.અંકુશિત જ્વલનના કારણે ઇચ્છીત વન વૃક્ષોના છોડવા જમીનમાંથી બહાર આવે છે અને તે સાથે ફરીથી જંગલો અસ્તિત્વમાં આવે છે.
 • જમીન (landfill) ઉપર એકઠો થતો કચરો મિથેન (methane) પેદા કરે છે.મિથેન ઝેરી વાયુ નથી તેમ છતાં તે અત્યંત પ્રજ્વલનશીલ છે અને હવાની સાથે વિસ્ફોટક મિશ્રણ પેદા કરી શકે છે.મિથેન એસ્ફિઝિયન્ટ(ઉપરની હવામાં અવરોધક) પણ છે જે બંધ જગ્યામાં ઓક્સિજન છોડી શકે છે.જો કે ઓક્સિજન છોડતી વખતે તેનું પ્રમાણ 19.5 ટકાથી નીચું થઇ જાય તો ગૂંગળામણ અથવા અવરોધકની પરિસ્થિત સર્જાઇ શકે છે.

કુદરતી સ્ત્રોત

 • કુદરતી સ્ત્રોતમાંથી આવતી ધૂળ (Dust), સામાન્ય રીતે જમીનનું એવું વિશાળ મેદાન જેમાં થોડી અથવા સહેજપણ વનસ્પતિ ન હોય એવું
 • મિથેન (Methane) પ્રાણીઓ (animal) દ્વારા ખોરાક પચાવતી (digestion) વખતે બહાર નીકળે (emitted) છે, દૃષ્ટાંત તરીકે પ્રાણીઓનો મોટો સમુહ (cattle)
 • પૃથ્વીના પોપડાની અંદર રહેલાં કિરણોત્સર્ગ ખવાણમાં રહેલો ભારે કિરણોત્સર્ગ વાયુ (Radon)ભારે કિરણોત્સર્ગ વાયુ રંગ કે ગંધ વિનાનો હોય છે જે કુદરતી રીતે જ સર્જાય છે, એવો રેડિયોએક્ટિવ ગેસ કે જે રેડિયમના ખવાણમાંથી પેદા થાય છે.તેને આરોગ્યને ઝેરી નુકસાન પહોંચાડનાર વાયુ ગણવામાં આવે છે.કુદરતી સ્ત્રોતમાંથી પેદા થતો કિરણોત્સર્ગ વાયુ ઇમારતમાં જમા થિ શકે છે, વિશેષ કરીને ઇમારતના ભોંયરા જેવી સાંકડી જગ્યામાં, ફેફસાંના કેન્સર માટે ધુમ્રપાન બાદ તે બીજું જવાબદાર કારણ છે.

ધુમાડો નીકળવાના પરિબળો[ફેરફાર કરો]

વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: AP 42 Compilation of Air Pollutant Emission Factors

હવાના પ્રદુષકો (pollutant) બહાર ફેંકવાના પરિબળો એવા મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે જે પ્રદુષકોને મુક્ત કરવાની બાબત સાથે સંકળાયેલી પ્રવૃત્તિ સહિત હવામાં છોડાતા પ્રદુષકોના જથ્થા સાથે સાંકળવાનો પ્રયાસ કરે છે.આ પરિબળો સામાન્ય રીતે એકમ વજન, જથ્થો, અંતર અથવા તો પ્રદુષકોને બહાર ફેંકવાની પ્રવૃત્તિનો સમયગાળા(દા.ત. પ્રતિ મેગાગ્રામ કોલસો બળવાથી બહાર ફેંકાયેલી રજકણોના કિલોગ્રામ)માં વિભાજીત પ્રદુષકોના વજનને અભિવ્યક્ત કરે છે.આ પ્રકારના પરિબળો વાયુ પ્રદુષણના વિવિધ સ્ત્રોતમાંથી પ્રદુષકો બહાર ફેંકવાનો અંદાજ કાઢવામાં મદદરુપ થાય છે.મોટાભાગના કિસ્સામાં તો આ પરિબળો સ્વીકૃત્ત ગુણવત્તાની ઉપલબ્ધ તમામ આંકડાકીય માહિતીની સાદી સરેરાશ જ હોય છે અને સામાન્ય રીતે તેને લાંબી મુદતની સરેરાશના પ્રતિનિધિ જ ગણવામાં આવે છે.

ધ યુનાઇટેડ સ્ટેટ્સ એન્વાયર્મેન્ટલ પ્રોટેક્શન એજન્સી (United States Environmental Protection Agency)એ સંખયાબંધ ઔદ્યોગિક સ્ત્રોત માટે સંકલિત કરેલા એર પોલ્યુટન્ટ એમિશન ફેક્ટર પ્રકાશીત કર્યા છે.[૨]ધ યુનાઇટેડ કિંગ્ડમ (United Kingdom), ઓસ્ટ્રેલિયા (Australia), કેનેડા (Canada) અન્ય દેશોએ પણ યુરોપિયન એન્વાયર્મેન્ટ એજન્સી (European Environment Agency).[૩].[૪].[૫].[૬].[૭]ઓ જેવા જ સમાન સંકલિત પ્રકાશનો બહાર પાડ્યા છે.

અંદરની હવાની ગુણવત્તા IAQ[ફેરફાર કરો]

વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Indoor air quality

હવાની અવર-જવર માટેના વેન્ટિલેશનના અભાવે એવી જગ્યાએ હવાના પ્રદુષકો એકઠાં થાય છે જ્યાં લોકો પોતાનો મોટાભાગનો સમય પસાર કરતા હોય છે.કેન્સર માટે જવાબદાર એવા કાર્સિનોજીન (carcinogen) તરીકે ઓળખાતો કિરણોત્સર્ગ વાયુ કેટલાંક સ્થળોએથી પૃથ્વીમાં બહાર ફેંકાય છે અને ઘરોમાં ભરાઇ જાય છે. કારપેટીંગ (carpet) અને પ્લાયવુડ (plywood) સહિતનું બિલ્ડીંગ મટિરિયલસ ગેસના દ્રાવણ (formaldehyde)(H2CO) જેવો વાયુ છૂટો પાડે છે.રંગ અને સોલવન્ટ જેવા સૂકાય છે કે તરત જ અત્યંત તીવ્ર ઓર્ગેનિક મિશ્રણ (volatile organic compounds)(VOC) છુંટું પાડે છે.સીસું (Lead) અને રંગ ધૂળ (dust) સ્વરુપમાં ફેરવાઇ શકે છે અને શ્વાસમાં પણ જઇ શકે છે.ઇરાદાપૂર્વકનું પ્રદુષણ એર ફ્રેશનર (air freshener), ધૂપ (incense) અને અન્ય સુગંધ ધરાવતી ચીજવસ્તુઓના ઉપયોગથી થાય છે.ચૂલાનો અને ફાયરપ્લેસ (fireplace)નો અગ્નિ અંદર અને બહાર મોટી માત્રામાં ધૂમાડાની રજકણો ફેલાવી શકે છે.યોગ્ય વેન્ટિલેશન વિનાના ઘરોમાં કેમિકલ સ્પ્રે અથવા તો જંતુનાશક દવાઓ (pesticide)નો ઉપયોગ કરવામાં આવે તો અંદરના ભાગે પ્રદુષણથી નુકસાન થાય છે.

કાર્બન મોનોક્સાઈડ (Carbon monoxide) ઝેરી છે અને ક્ષતિયુક્ત વેન્ટિલેશન અને ચીમનીઓના કારણે અથવા તો અંદરના ભાગે કોલસો (charcoal) બાળવાથી નુકસાન થાય છે.જો યોગ્ય રીતે પાઇલોટ લાઇટ (pilot light) એડજસ્ટ કરવામાં આવી ન હોય તો લાંબા સમય સુધી કાર્બન મોનોક્સાઈડ (Carbon monoxide) ઝેર ફેલાવી શકે છે.ગટર કે મોરીના ગંદા ગેસ હાઇડ્રોજન સલ્ફાઇડ (hydrogen sulfide)ને બહારની બાજુએ ફેંકવા તમામ ગરેલું પ્લમ્બિંગ (plumbing)માં ટ્રેપ (મોરીના નળનો નીચેનો ગોળ ભાગ)ની વ્યવસ્થા કરવામાં આવે છે.કપડાં ધોવાથી ટેટ્રાક્લોરોઇથિલિન (tetrachloroethylene) છૂટો પડે છે અથવા તો ડ્રાય ક્લિનિંગ (dry cleaning) કર્યાના થોડા દિવસો બાદ ડ્રાય ક્લિનિંગ પ્રવાહી

જો કે અનેક દેશોમાં એસ્બેસટોસ (asbestos)ના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તેમ છતાં ભૂતકાળમાં ઔદ્યોગિક અને ઘરેલું પર્યાવરણમાં તેના થયેલા વ્યાપક ઉપયોગના કારણે અનેક સ્થળોએ અત્યંત ઝેરી મટિરિયલ્સ પડી રહ્યું છેએસ્બેસટોસિસ (Asbestosis) એ લાંબા સમય સુધી ચાલું રહેતી બળતરાં (inflammatory)ની તબીબી સ્થિતિ છે જે ફેફસાં (lung)ની પેશીઓને નુકસાન પહોંચાડે છેલાંબા સમય બાદ તેમ થાય છે, માળખામાં એસ્બેસ્ટોસ ધરાવતા મટિરિયલ્સમાંથી એસ્બેસટોસ સુધીનો લાંબા સમયનો સંપર્કઆ તકલીફ ભોગવનારને શ્વાસ લેવામાં ભારે તકલીફ (dyspnea) પડે છે અને ફેફસાંના વિવિધ પ્રકારના કેન્સર (lung cancer) થવાનું ભારે જોખમ રહે છે.નોન ટેકનિકલ સાહિત્યમાં હંમેશા ખુલાસાઓ અને સ્પષ્ટતાઓ ઉપર ભાર આપવામાં આવતો નથી તેમ છતાં કેટલાંક પ્રકારના સંબંધિત રોગો વચ્ચેનો ભેદ પારખવામાં કાળજી લેવાવી જોઇએ.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) મુજબ તેની વ્યાખ્યા એસ્બેસટોસીસ (asbestosis), ફેફસાંનું કેન્સર અને મેસોથેલોમિયા (mesothelioma) (કેન્સરનું અત્યંત જૂજ સ્વરુપ, જો કે વ્યાપક રીતે તે હંમેશા એસ્બેસટોસની સાથે લાંબા સમય સુધી સંપર્કમાં આવવા સાથે જ સંકળાયેલું હોય છે.)કરી શકાય

વાયુ પ્રદુષણના જૈવિક સ્ત્રોત હવામાનાં રજકણ અને ગેસ તરીકે અંદરની બાજુએ પણ જોવા મળે છે.પાલતું પ્રાણીઓ (Pet) પથારીમાં વાળનો કચરો અને ખોળો નાંખતા હોય છે જ્યારે લોકો ચામડીના પાતળા પડમાંથી છૂટા પડેલાં વાળ, ધૂળ, અતિ સૂક્ષ્મ જીવજંતુ (mite), ખંખેરતા હોય છે, જ્યારે કાર્પેટ ફર્નિચરની સ્વચ્છતાં દરમ્યાન એન્ઝાઇમ અને ફેકલ ડ્રોપિંગ પેદા થાય છે, ઘરના રહેવાસી લોકો મિથેન, માટી (mold), દિવાલમાંથી ચૂનો અને સિમેન્ટ છૂટો પાડે છે અને માયકોટોક્સિન (mycotoxins) અને રજકણો પેદા કરે છે, એર કંડિશનીંગ સિસ્ટમ (air conditioning) ન્યુમોનિયા જેવા રોગો (Legionnaires' disease) માટે અનુકુળ સ્થિતિ પેદા કરે છે, અને માટી અને ઘરનાં છોડવા (houseplant), રેતી અને આસપાસનો બગીચો (gardens) ધૂળ, માટી અને પરાગરજ (pollen) પેદા કરે છે.અંદરના ભાગે હવાની અવરજવરના અભાવે આ પ્રદુષકો સામાન્ય રીતે જમા થતાં હોય તેના કરતા વધુ પ્રમાણમાં જમા થાય છે.

આરોગ્ય ઉપર અસર[ફેરફાર કરો]

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે દર વર્ષ130 લાખ લોકો વાયુ પ્રદુષને સીધા જવાબદાર હોય એવા કારણોસર મોતને ભેટે છે, જે પૈકીના 15 લાખ લોકો તો અંદરના વાયુ પ્રદુષણના કારણે મૃત્યું પામે છે.[૮]એપિડેમિઓલોજીકલ (Epidemiological) અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે દર વર્ષે 500,000 અમેરિકનો વાયુ પ્રદુષણના રજકણો (fine particle air pollution)...[૯] શ્વાસમાં લેવા સાથે સંકળાયેલા ફેફસાંના રોગ (cardiopulmonary)ને કારણે મોતને ભેટે છે.યુનિવર્સિટી ઓફ બર્મિંઘહામ (University of Birmingham) દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં ન્યુમોનિયા (pneumonia) સંબંધી રોગ અને વાહનોના પ્રદુષણ[૧૦]થી થતાં મૃત્યું વચ્ચે ગાઢ સંબંધ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. વિશ્વભરમાં વાહનોના અકસ્માતથી જેટલાં મૃત્યું થાય છે તેની તુલનાએ વાયુ પ્રદુષણથી વધુ મૃત્યું નોંધાય છે.2005ની સાલના પ્રકાશનોમાં કહેવામાં આવ્યું હતું કે વાયુ પ્રદુષણના કારણે વાર્ષિક 310,000 યુરોપિયનોના મૃત્યું થયાં હતા.વાયુ પ્રદુષણ સંબંધી મૃત્યુના સીધા કારણોમાં વકરી ગયેલો અસ્થમા, શ્વાસનળીનો સોજો, માંસપેશીઓનો સોજો, ફેફસાં અને હૃદયને લગતાં રોગો અને શ્વસનતંત્રમાં એલર્જી જેવા રોગોનો સમાવેશ થાય છે.યુ.એસ. ઇપીએ (US EPA)નો એવો અંદાજ છે કે ડિઝલ એન્જિન ટેકનોલોજી (diesel) અને ટાયર-2માં સૂચવાયેલા સૂચિત ફેરફારોથી અમેરિકામાં દર વર્ષે અકાળે થતાં મૃત્યુંની સંખ્યામાં 12,000નો ઘટાડો, હાર્ટ એટેક (heart attack)ની સંખ્યામાં 15,000નો ઘટાડો, અસ્થમા (asthma)થી પીડાતાં બાળકોની ઇમરજન્સી રુમ (emergency room)ની મુલાકાતમાં 6,000નો ઘટાડો, અને સ્વસનતંત્રને લગતાં રોગોથી પીડાતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં 8,900નો ઘટાડો થઇ શકે છે.

ટૂંકા સમયની નાગરિક પ્રદુષણની સૌથી ખરાબ દુર્ઘટના ભારત (India)માં 1984માં ભોપાલ દુર્ઘટના (Bhopal Disaster).[૧૧] તરીકે નોંધાઇ હતી.યુનિયન કાર્બાઇડ, ઇન્ક., યુ.એસ.એની માલિકીની યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી ઝેરી ગેસનું ગળતર થયું હતું જેના પરિણામે 2,000થી વધુ લોકોનાં મોત થયા હતા અને અન્ય 150,000થી 600,000 લોકોને ઇજા થઇ હતી અને બાદમાં તે પૈકી 6,000 લોકોનાં ઇજાના કારણે મોત થયાં હતા.યુનાઇટેડ કિંગ્ડમ પર 4 ડિસેમ્બરના (December 4) રોજ લંડન (London) ઉપર 1952નું ગાઢ ધુમ્મસ (Great Smog of 1952) રચાયું ત્યારે તેને હવાના પ્રદુષણની સૌથી મોટી દુર્ઘટના નો સામનો કરવો પડ્યો હતો.છ દિવસમાં 4,000થી વધુ લોકોનાં મોત નિપજ્યાં હતા અને ત્યારબાદના મહિનાઓમાં વધુ 8,000 લોકો મોતને ભેટ્યાં હતા.ભૂતપૂર્વ યુએસએસઆર (USSR)ના શ્વેર્ડલોવ્સ્ક (Sverdlovsk) નજીક આવેલી લેબોરેટરીમાં રાખવામાં આવેલી જૈવિક યુદ્ધ સામગ્રી (biological warfare)માંથી 1979ની સાલમાં અકસ્માતે લીક થયેલો એન્થ્રેક્સ (anthrax) સેંકડો નાગરિકોના મોતનું કારણ હોવાનું માનવામાં આવે છે.યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (United States of America)ના ડોનોરા, પેન્સિલ્વાનિયા (Donora, Pennsylvania) ખાતે ઓક્ટોબર, 1948માં વાયુ પ્રદુષણની સૌથી મોટી દુર્ઘટના સર્જાઇ હતી જેમાં 20 લોકોનાં મોત થયા હતા અને 7,000ને ઇજા થઇ હતી[૧૨].

વાયુ પ્રદુષથી થતી આરોગ્યની અસરો બાયોકેમિકલ અને શારીરિક ફેરફારોથી માંડીને શ્વાસમાં તકલીફ, કફ થવો અને શ્વસનતંત્ર અને હૃદયની સ્થિતિને લગતાં હયાત રોગો વણસી જવા સુધીની હોય છે.આ અસરોના કારણે દવાનો ઉપયોગ વધી શકે છે, હોસ્પિટલોના ઇમરજન્સી રુમ કે ડોક્ટરોની મુલાકાતો વધી શકે છે અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં કે કવેળાના મૃત્યુંની સંખ્યામાં વધારો થઇ શકે છે.હવાની ઓછી ગુણવત્તાની માનવીય આરોગ્ય ઉપર દૂરોગામી અસરો પડે છે, પરંતુ મુખ્યત્વે સૌથી મોટી અસર શ્વસનતંત્રની સિસ્ટમ અને હૃદયને રુધિર પહોંચાડતી ધમની-શિરાની સિસ્ટમ ઉપર પડે છે.જો કે વાયુ પ્રદુષકોની વ્યક્તિગત અસર માણસ કયા પ્રકારના પ્રદુષકોના અને કેટલાં પ્રમાણમાં સંપર્કમાં આવે છે તેના ઉપર અને વ્યક્તિગત આરોગ્યની સ્થિત અને તેના જનીનતંત્ર ઉપર નિર્ભર કરે છે.

દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એંજલિસ બેસિન (Los Angeles Basin) અને સાન જોકીન વેલી (San Joaquin Valley) વિસ્તારમાં વાયુ પ્રદુષણ સાથે સંકળાયેલી કિંમત અને આરોગ્ય ઉપર અસર અંગે હાથ ધરાયેલા નવા આર્થિક સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે વાયુ પ્રદુષણ અંગેના ફેડરલ ધારાધોરણોના ભંગના કારણે દર વર્ષે 3800 જેટલાં કવેળાના (અંદાજે સામાન્ય કરતાં 14 વર્ષ પહેલાં) મૃત્યું થાય છે.કવેળાના મૃત્યુંની વાર્ષિક સંખ્યા એ જ વિસ્તારમાં વાહનોના અકસ્માતોથી થયેલા મૃત્યુંની તુલનાએ ઘણી વધુ છે કેમ કે વાહનોના અકસ્માતોથી થયેલા મૃત્યુંની વાર્ષિક સરેરાશ 2,000થી ઓછી છે.[૧૩]

સિસ્ટિક ફાઇબ્રોસિસની અસર[ફેરફાર કરો]

વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Cystic fibrosis

1999 થી 2000 વચ્ચે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન (University of Washington) દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે રજકણીય પદાર્થોના વાયુ પ્રદુષણની નજીક કે આસપાસ રહેતા દર્દીઓમાં ફેફસાં નબળા પડી જવાનું અને તેની ક્ષમતામાં ગટાડો થવાનું જોખમ વધી ગયું હતું.[૧૪]આ અભયાસ હાથ ધરાયો તે પહેલાં દર્દીઓમાં સ્યુડોમોનાસ એરુગીનોસા (Pseudomonas aeruginosa) અથવા તો બુરખોલ્ડેરિયા સેનોસેપિયા (Burkholderia cenocepacia) જેવા પ્રદુષકો કેટલાં પ્રમાણમાં છે તેની અને તેઓની સામાજિક-આર્થિક સ્થિત વિશે ચકાસણી કરવામાં આવી હતી.આ અભ્યાસમાં ભાગ લેનારા લોકો યુનાઇટેડ સ્ટેટ્સમાં જોવા મળ્યા હતા અને તેઓ એન્વાયર્મેન્ટલ પ્રોટેક્શન એજન્સી (Environmental Protection Agency).ઢાંચો:Clarifyme સાથે નજીકથી સંકળાયેલા હતા.આ અભ્યાસના સમયગાળા દરમ્યાન 117 મોત તો વાયુ પ્રદુષણ સાથે સંકળાયેલા હતા.એક ખાસિયત એવી જોવા મળી હતી વિશાળ મેટ્રોપોલિટન વિસ્તારોમાં અથવા તો તેની નજીક કે પછી તબીબી મદદ મળી રહે એવા કેન્દ્રોની નજીક રહેતાં દર્દીઓની સિસ્ટમમાં પણ પ્રદુષકોનું મોટું પ્રમાણ જોવા મળ્યું હતું, કેમ કે મોટા શહેરોમાં ધૂમાડો બહાર ફેંકવાનું પ્રમાણ વધું હોય છે.નબળા ફેફસાં અને સિસ્ટીક ફાઇબ્રોસિસ જેવા રોગ સાથે જ જન્મેલા દર્દીઓનાં ફેફસાંમાં વાહનો દ્વારા બહાર ફેંકાતા ધૂમડા, તમાકુનો ધુમાડો અને ઘરની અંદર ફીટ કરેલા હિટીંગ ડિવાઇસના અયોગ્ય ઉપયોગથી પેદા થતાં ધુમડા જેવા પ્રદુષકો દાખલ થતાં ફેફસાંના પ્રસરણમાં તકલીફ પેદા થાય છે.[૧૫]

સીઓપીડી ઉપર અસર[ફેરફાર કરો]

વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: COPD

ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટીવ પલ્મોનરી ડીસીઝ (Chronic obstructive pulmonary disease)(COPD)માં શ્વાસનળીનો સોજો (chronic bronchitis), માંસપેશીઓનો સોજો (emphysema) અને અસ્થમા[૧૬]ના કેટલાંક સ્વરુપ જેવા રોગોનો સમાવેશ થાય છે.

1952નાં ગાઢ ધુમ્મસ (Great Smog of 1952)ના પરિપ્રેક્ષ્યમાં 1960-1961માં હાથ ધરાયેલા અભ્યાસમાં લંડનના 293 રહેવાસીઓની તુલના નગરોના 477 રહેવાસીઓ સાથે કરવામાં આવી હતી જેમાં શ્વાસનળીના સોજાથી થયેલા મૃત્યુંનો નીચો દર નોંધાયો હતો. (ગ્લુસેસ્ટર, પિટરબરો, અને નોર્વિક)તમામ વિષયો પોસ્ટલ વિભાગના 40 થી 59ની વયમર્યાદા વચ્ચેના પુરૂષ કર્મચારીઓના હતા.દૂરના નગરોના જે વિષયો હતાં તેની તુલનાએ લંડનના વિષયમાં શ્વસનતંત્રને લગતાં રોગો (કફ,સતત લીંટ પડવું, અને શ્વાસ લેવામાં તકલીફ સહિત), ફેફસાંની નબળી કામગીરી( FEV1 અને પીક ફ્લો રેટ), વધુ ગળફાં પેદા થવા અને પરું થવા જેવા રોગોના વધુ ચિહ્નો જોવા મળ્યા હતા50 થી 59 વચ્ચેની વયમર્યાદાના વિષયમાં આવતા લોકોનો તફાવત વધુ સ્પષ્ટ હતો.જો કે આ અભ્યાસને ઉંમર અને ટેવ પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો હતો અને તેથી એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે અવલોકનમાં આવેલા તફાવ માટે સ્થાનિક વાયુ પ્રદુષણ સૌથી મોટું જવાબદાર કારણ હતું.[૧૭]

એમ માનવામાં આવે છે કે વધુ શહેરી પર્યાવરણમાં રહેવાથી આરોગ્યની સામે સિસ્ટિક ફાઇબ્રોસિસ (cystic fibrosis) રોગ જેવા ગંભીર જોખમો વધુ સ્પષ્ટ બની જાય છે.અભ્યાસમાં એમ દર્શાવવામાં આવ્યું હતું કે શહેરી વિસ્તારોના દર્દીઓ સતત લીંટ (mucus) પડવું, ફેફસાંની નબળી કામગીરી, શ્વાસનળીના દીર્ઘકાલિન સોજાની જાતે સારવાર કરવી અને માંસપેશીઓના સોજા[૧૮]ની તકલીફોથી પીડાતાં હોય છે.

1952નું ગાઢ ધુમ્મસ[ફેરફાર કરો]

વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Great Smog of 1952

ડિસેમ્બર, 1952ની શરૂઆતમાં લંડન ઉપર અત્યંત ઠંડુ ધુમ્મસ ઉતરી આવ્યું હતું.ઠંડીના કારણે લંડનવાસીઓને સામાન્ય દિવસોની તુલનાએ વધુ કોલસો બાળવાની ફરજ પડી હતી.તેના પરિણામે જે વાયુ પ્રદુષણ થયું હતું તે ઠંડી હવાના વિશાળ જથ્થાના કારણે રચાયેલા ઉલટા સ્તરમાં ફસાઇ ગયું હતું.પ્રદુષકોના મિશ્રણ, ખાસ કરીને કોલસોના ધુમાડો, બંધાવા લાગ્યો હતો.દ્વિતિય વિશ્વયુદ્ધ બાદ બ્રિટનની કથળી ગયેલી આર્થિક પરિસ્થિતિના કારણે ઉંચી ગુણવત્તા ધરાવતા કોલસાની નિકાસ હેતું લોકો ઘરમાં ગરમી મેળવવા માટે ઓછી ગુણવત્તા ધરાવતો અને વધુ સલ્ફર વાળા કોલસાનો ઉપયોગ કરતાં હતાં જેના કારણે આ સમસ્યા ખુબ વણસી ગઇ હતી.ધુમ્મસ એટલું ગાઢ હતું કે વાહનો હંકારવા અત્યંત મુશ્કેલ અથવા તો અશક્ય થઇ ગયા હતાં.[૧૯]દૂરથી જોવાની ક્ષમતામાં થઇ ગયેલો અત્યંત ઘટાડો, ગુનાઇત પ્રવૃત્તિમાં થયેલો વધારો અને પરિવહનમાં થયેલા વિલંબના કારણે સમગ્ર શહેર આભાસી રીતે બંધ થઇ ગયેલું જણાતું હતું.ધુમ્મસના 4 દિવસના સમયગાળા દરમ્યાન હવામાનના સીધાં પરિણામે ઓછામાં ઓછા 4,000 લોકોનાં મોત નિપજ્યાં હતાં.[૨૦]

બાળકો ઉપર અસર[ફેરફાર કરો]

વિશ્વભરમાં જે શહેરોમાં વધુ પ્રમાણમાં વાયુ પ્રદુષણ છે તેમાં રહેતાં બાળકોમાં ન્યુમોનિયા, અસ્થમાં અને શ્વસનતંત્રમાં ચેપ લાગવા સંબંધી અન્ય રોગોનું વધુ પ્રમાણ થઇ શકે છે, તે ઉપરાંત નીચો પ્રાથમિક જન્મદર નોંધાઇ શકે છે.યુવક-યુવતિઓના આરોગ્યની રક્ષા કરવા નવી દિલ્હી, ભારત (New Delhi, India) જેવા શહેરોમાં સંરક્ષણાત્મક પગલાં લેવાઇ રહ્યા છે અને આ શહેરમાં ગાઢ ધુમ્મસ[૨૧]ના ત્રાસને નાબુદ કરવા બસો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ઉપયોગ કરે છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization)ના સંશોધનમાં દર્શાવ્યું છે કે વધુ વસ્તી, વધુ ગરીબી અને આર્થિક રીતે નબળી સત્તા ગણાતા દેશોમાં ખુબ મોટા પ્રમાણમાં રજકણીય પદાર્થોનું મિશ્રણ જોવા મળે છે.આ દેશોના ઉદાહરણમાં ઇજિપ્ત (Egypt), સુદાન (Sudan), મોંગોલિયા (Mongolia) અને ઇન્ડોનેશિયા (Indonesia)નો સમાવેશ થાય છે.શુદ્ધ હવા ધારો (Clean Air Act) 1970માં પસાર કરવામાં આવ્યો હતો તેમ છતાં 2002ની સાલમાં 14.6 કરોડ અમેરિકનો એવા વિસ્તારોમાં રહેતાં હતાં જ્યાં 1997ના નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ[૨૨]માં નિર્ધારિત કરેલા પ્રદુષકોના એક પણ ધારાધોરણનું પાલન કરાતું નહોતું.આ પ્રદુષકોમાં ઓઝોન, રજકણીય પદાર્થો, સલ્ફર ડાયોક્સાઇડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ (nitrogen dioxide), કાર્બન મોનોક્સાઈડ (Carbon monoxide) અને સીસાંનો સમાવેશ થાય છે.બાળકો વધુ સમય સુધી બહાર રહેતાં હોય છે અને તેઓ બહારની હવા વધુ પ્રમાણમાં શ્વાસમાં લેતાં હોય છે તેથી તેઓને વાયુ પ્રદુષણનું સૌથી વધુ જોખમ રહે છે.

સાપેક્ષરીતે વધુ સ્વચ્છ વિસ્તારોમાં આરોગ્ય ઉપર અસર[ફેરફાર કરો]

સાપેક્ષરીતે નિમ્ન સ્તરનું વાયુ પ્રદુષણ ધરાવતા વિસ્તારોમાં પણ આરોગ્યની અસર વધુ હોઇ શકે છેતેમ એટલાં માટે હોઇ શકે છે કે અસર ખુબ નિમ્ન સ્તરે થઇ શકે છે અને ખુબ મોટી સંખ્યામાં લોકો આ પ્રકારના પ્રદુષકો શ્વાસમાં લે છે.2005ના બ્રિટિશ કોલંબિયાના વૈજ્ઞાનિક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે 2010ની સાલમાં તે વિસ્તારના આસપાસના વાતાવરણમાં 1 ટકાનો સુધારો અને ઓઝોનના મિશ્રણમાં પીએમ2.5નો સુધારો થવાથી વાર્ષિક 2.5 કરોડ ડોલરની બચત થઇ શકે છે.[૨૩]આ તારણ આરોગ્ય મૂલ્યાંકનની ઘાતક (મૃત્યુ) અને ઉપ-ઘાતક (રોગની સાપેક્ષ ઘટનાઓ) અસરો ઉપર આધારિત છે.

ઘટાડાના પ્રયાસો[ફેરફાર કરો]

વાયુ પ્રદુષણ ઘટાડવા વાયુ પ્રદુષણ નિયંત્રણની અને જમીન ઉપયોગનું આયોજન (land use planning) કરવાની વિવિધ ટેકનોલોજી ઉપલબ્ધ છે.શ્રેષ્ઠતમ મૂળભૂત સ્તરે જમીન ઉપયોગના આયોજનમાં ઝોન પાડવાની બાબતનો અને પરિવહન આંતરમાળખાનો સમાવેશ થાય છે.મોટાભાગના વિકસીત દેશોમાં જમીન ઉપયોગનું આયોજન સામાજિક નીતિનો એક મહત્વનો ભાગ છે જે સુનિશ્ચિત કરે છે કે જમીનનો ઉપયોગ વસ્તી અને વ્યાપક અર્થતંત્રના લાભ અને પર્યાવરણના રક્ષણ માટે અત્યંત સક્ષમતાપૂર્વક થવો જોઇએ.

અસ્થાયી સ્ત્રોતનું પ્રદુષણ ઘટા઼વાના પ્રયાસોમાં પ્રાથમિક નિયંત્રણ (ઘણા વિકસીત રાષ્ટ્રોમાં ઉદાર નિયંત્રણો હોઇ શકે છે), નિયંત્રણનો વ્યાપ નવા સ્ત્રોત સુધી લંબાવવો ( જેમ કે ક્રુઝ (cruise) અને પરિવહન જહાજ, કૃષિનાં ઓજારો, અને લોન ટ્રીમર, ચેઇનસો (chainsaw), અને સ્નોમોબાઇલ (snowmobiles) જેવા નાના ગેસ સંચાલિત ઓજારો), ઇંધણની ક્ષમતા વધારવી ( જેમ કે હાઇબ્રીડ વાહનો (hybrid vehicle)ના ઉપયોગમાંથી), વધુ શુદ્ધ ઇંધણમાં બદલવું ( જેમ કે બાયોઇથેનોલ (bioethanol), બાયોડિઝલ (biodiesel) અથવા તો ઇલેકટ્રીક વાહનોમાં બદલી નાંખવું) જેવી બાબતોનો સમાવેશ થાય છે.

કન્ટ્રોલ ડિવાઇસ[ફેરફાર કરો]

ઉદ્યોગો અને પરિવહન ડિવાઇસીસમાં નીચે દર્શાવેલી આઇટમોનો પ્રદુષણ નિયંત્રક તરીકે સામાન્ય રીતે ઉપયોગ થાય છે.પ્રદુષકો વાતાવરણમાં છોડાય તે પહેલાં જ આ આઇટમો પ્રદુષકો (contaminant)નો નાશ કરે છે અથવા તો પ્રદુષીત પાણીના પ્રવાહને બહાર કાઢી મૂકે છે.

Сьюзан нервничала: прошло уже слишком много времени. Взглянув на Следопыта, она нахмурилась. - Ну давай же, - пробормотала.

 - У тебя было много времени. Сьюзан положила руку на мышку и вывела окно состояния Следопыта.

One thought on “Environment Essay In Gujarati Pdf

Leave a comment

L'indirizzo email non verrà pubblicato. I campi obbligatori sono contrassegnati *